પરેશ ગૌસ્વામીની માવઠાની આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં થતા ફેરફાર અને તાપમાન અંગેની માહિતી આપી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટછવાયા વરસાદી ઝાપટાથી લઇને ચોમાસાની વિદાય પછીના પહેલાં માવઠા અંગે પણ આગાહી કરી છે.
આવનારા સમયમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 10 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે. અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસ છે. ઊંચા તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. કોઇ મોટા વરસાદની સંભાવનાઓ નથી.
08 થી 10 ઓક્ટોબરમાં વરસાદ
આગામી 08,09,10 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરીયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં ની સંભાવના છે જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાણવડ, વિસાવદર, કેશોદ,ગીર, અમરેલી, રાજુલા, બગસરા, ભાવનગર, મહુવા, જેસર, વલસાડ, વાપી, કપરાડા, નવસારી, તાપી, સુરત જિલ્લામાં સામાન્ય માવઠાની સંભાવના છે.
15 થી 20 ઓક્ટોબરમાં માવઠું
ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની સંભાવના અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 15 ઓક્ટોબર સુધી કોઇ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. 15 થી 20 ઓક્ટોબરમાં રાજ્યના વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. જે 2024નું ચોમાસું પૂરું થયા પછીનું પહેલું માવઠું હશે. માવઠું થશે તો પણ રાજ્યના તમામ વિસ્તારોમાં નહીં હોય. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇ શકે છે.