રમણીકભાઇ વામજાની આગાહી, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ઓવરફ્લો થશે

Uncategorizedરમણીકભાઇ વામજાની આગાહી
Views: 115

ચોમાસાને લઈ ધણા બધા આગાહીકારો એ વરસાદની આગાહી કરી છે જેમાં ખગોળ વિદ્યા, આભામંડળ, કસ લિસોટા, તાપ, વાયુ, પવનનની દિશા, નક્ષત્રો અને ઉતાસણી નો પવન, અખાત્રીજના પવનો અને ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિણામોને ધ્યાને લઇ ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જુનાગઢ વંથલી થી રમણીકભાઇ વામજા એ આગાહી કરી છે.

તેઓ આગામી ૨૦૨૪નાં ચોમાસા અંગે ‘વાત કરતાં કહે છે કે ચોમાસે ત્રણ તબક્કામાં વાવણી થશે, પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે. પાછોતરા વરસાદ હાથિયા- ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર થશે. ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા છે ગાજવીજ સાથે વિજળી પડવાના બનાવો બની શકે છે.

ચોમાસા દરમિયાન ૫૦ થી ૬૦ ઈંચ વરસાદ છે શિયાળું પાક મબલખ પાકશે, જુલાઈ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ઓવરફ્લો થય જાશે.જુલાઈ માસમાં વેરાવળ બંદર ઉપર અંતિવૃટી થવાની શક્યતા છે.આ ચોમાસામાં નમૅદા અને ભાદર ડેમ છલકાઇ જાશે. ૧૬ આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારુ છે.મગફળી, ચણા,મગ, ધંઉ અને મરચા જેવી લાલ વસ્તુમાં તેજી આવશે તેવી રમણીકભાઇ વામજાની મોટી આગાહી છે.

ગુજરાતમાં ગરમી માથી રાહત મળી છે અને હવામાનમાં પલટો આવ્યો હતો, ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી જોવા મળે તેવી શક્યતા છે સાથે હજુ બે દિવસ ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે ૨૪ કલાકમાં કેરલમાં એન્ટ્રી કરશે અને ત્યાર બાદ ૧૫ જુન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 30-05-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ધંઉની બજારમાં તેજી આવી , મિલોના ભાવ વધીને રૂ.2700 ને પાર, ભાવમાં વધારો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up