Heavy rain: ગુજરાતમાં હાલ હવામાનમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે આગામી ૪ દિવસ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બન્યું છે જેના કારણે રાજસ્થાન બોર્ડર લાગું વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સાથે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસશે.
18 થી 22 તારીખે વરસાદની આગાહી
આજથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા થરાદ વાવ રાધનપુર અંબાજી વિસનગર ભાભર રાપર ધોળાવીરા ભુજ તો દાહોદ મહીસાગર લુણાવાડા પંચમહાલ છોટાઉદેપુર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તો બાકીના વિસ્તારોમાં સુરત ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી જિલ્લામાં ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્ર દરીયા કિનારે ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અમરેલી ભાવનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે.
23 થી 30 ઓગસ્ટમાં અતિભારે વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે આગામી દિવસોમાં તે ડીપ ડિપ્રેશન અને વેલમાકૅ લો પ્રેશર મા ફેરવાઈ ને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે.
આ સિસ્ટમ ની અસર ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળશે અને સાવૅત્રીક વરસાદનો રાઉન્ડ આવશે તેવું અનુમાન છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે તો મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર ખેડા નમૅદા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ વલસાડ જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.