હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અને આવનારા વાવાઝોડા અંગે અનુમાન કર્યુ છે. આ સાથે ખેડૂતોને પણ મહત્ત્વની સલાહ આપી છે.ગુજરાતમાં રવિવારે અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. જેના કારણે કેટલાય ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતમાં હવે કેવો વરસાદ પડશે અને બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું ગુજરાતને કેવી અસર કરશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. આ સાથે તેમણે ગુજરાતનાં કયા કયા વિસ્તારોમાં માવઠાનો માર પડશે તે અંગેની આગાહી કરી છે.
ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જોકે, તે ગુજરાતથી ઘણું દૂર છે. છતાં પણ વરસાદ થઈ રહ્યા હતા, હવે વરસાદ માંથી રાહત મળે તેવી શક્યતા છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આજથી દિવાળી સુધી કોઈ વરસાદની સંભાવના નથી હવે એકદ જગ્યાએ જ્યાં ભયંકર ગરમી હશે ત્યાં ઝાપટું પડી શકે છે, સાથે જ ૨૫ તારીખે થી શિયાળું પવનનો શરું થાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તે પહેલા જ તેની ગતિવિધિ સ્પષ્ટ થઈ રહી છે. જે સિસ્ટમ બની હતી તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને આગામી સમયમાં વધુ મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. આ વાવાઝોડાને કતર દ્વારા આપવામાં આવેલું દાના નામ અપાશે. આ વવાઝોડું આગામી દિવસમાં કઈ તરફ ગતિ કરશે અને તે કેટલું શક્તિશાળી હશે તેનું આકલન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાની અસર ઓડીશા અને પશ્ચિમ બંગાળ ઉપર થય શકે છે ગુજરાતમાં તેનો કોઈ ખતરો નથી.
વધુમાં તેમણે કહ્યું કે અમારું પૂર્વાનુમાન છે કે, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટને પુરી અને સાગરદીપની વચ્ચે 26મી ઓક્ટોબરે રાત્રે પસાર થાય તેવી શક્યતાઓ છે.પવનની ઝડપ ૧૦૦ કિમી સુધીની રહેવાની સંભાવના છે.