વરિયાળીમાં પ્રતિમણ રૂ.૧૦૦ થી રૂ.૧૫૦નો સુધારો, વરિયાળીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ધટતા ભાવ વધારો..
ઊંઝામાં આજે (સોમવારે) બપોર પછીનાં ૫ વાગ્યા આસપાસ દોઢ-બે ઇંચ જેટલો વરસાદ ૧ કલાકમાં પડી ગયાની વાત કરતાં મસાલાનાં એક ટ્રેડર્સમિત્ર કહે છે કે છેલ્લા સપ્તાહમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી બજારમાં પ્રતિમણ પ્રતિમણ રૂ. રૂ.૧૦૦ થી રુ.૧૬૦ નો સુધારો છે. તા.૧૩, મેં સોમવારે વરિયાળીમાં ૩૦ હજાર બોરીની આવક સામે એક્સપોર્ટ ક્વોલિટીમાં રૂ.૧૧૫૦ થી ૩.૧૪૦૦, રનીંગ માલ રૂ.૧૪૫૦ થી રૂ.૧૬૦૫, એકસ્ટ્રા માલ રૂ.૧૮૦૦ થી રૂ.૨૨૫૦, ડબલ એસ્ટ્રામાં રૂ.૨૪૦૦ થી રૂ ૩૦૦૦, એકસ્ટ્રા સુપર રૂ.૩૦૦૦ થી રુ.૪૨૦૦ અને આબુ રોડ ગ્રીન કલરમાં રૂ.૪૨૦૦ થી રૂ.૫૯૦૦ સુધીના વેપાર હતા.
ભજાર ભાવમાં મોટી પછડાટ ખાધી છે, તેથી કેટલાક ખેડૂતો કો છે કે છોકરાવને કહી દીધું છે કે ક્યારેય વરિયાળી વાવેતરનો ચારો ન કરવો ! આ વખતે પિયત વરિયાળીમાં ખેડૂતોને સરેરાશ ૫૦ ટકા ઉતારા અને સરેરાશ ૫૦ ટકા બજારમાં માર પડયાનો અનુભવ ખાટી દ્રાક્ષ જેવો લાગ્યો છે. મજબૂત ખેડુતોએ નીચા ભાવને કારણે માલ ધારણ કરી રાખી છે, તો કેટલાક ખેડૂતો માલ બજારમાં મુડી બનબનિયા ગલી લેવાનું મુનાસીબ સમજી રહ્યા છે.
સામાન્ય રીતે પાછલા વર્ષોમાં શિયાળું પિયત વરિયાળી ૫૦ હજાર હેકટરથી ભાગ્યે જ વાવેતરમાં આગળ વધી હશે. આ વખતનાં શિયાળે વરિયાળી વાવેતરે પાછલા વર્ષોનાં રેકોર્ડ તોડી નાખ્યા છે. ગત વર્ષની તુનાએ ૧૬૧ ટકા ઉછાળા સાથે વરિયાળી વાવેતર ૧.૩૩ લાખ લેક્ટરને વળોટી ગયું હતું.
વિપરીત હવામાની અસરને કારણે વરિયાળીના જુના બેલ્ટ ? બેલ્ટ ઉપરાંત નવા વિસ્તારમાં વાવેતરનાં કદમ માંડયા છે, ત્યાં પણ 1 ઉતારો કપાયો, એ રીતે ગત વર્ષની ઐતિહાસીક ભાવ રાપાટી તૂટીને તળિયાથી પણ નીચે સરકી ગઈ છે. આ વખતે વરિયાળી વાવેતર કરનાર ખેડૂતોને ઉત્પાદન અને બજાર એમ બંને તરફથી માર પડ્યો છે, એટલે હમણાનાં વર્ષોમાં વરિયાળી વાવેતરનું નામ નહીં છે.
હળવદ યાર્ડનાં વેપારીઓ પાસેથી જાણવા મળેલ વિગત મુજબ હાર્વેસ્ટરમાં કાઢેલ વરિયાળીમાં કસ્તર વધું હોવાથી ભાવ નીચા જાય છે. ખેડૂતો પણ બજાર નીચી હોવાથી હાર્વેસ્ટરમાં નીકળેલ વરિયાળીની ધાર દેવા (સફાઈ) નું માંડી વાળતાં હોય છે. તેથી એની સામાન્ય વરિયાળી કરતાં બજાર નીચું છે. એ રીતે ટ્રેક્ટર સંચાલિત પ્રેસરમાં કાઢેલ વરિયાળી સારી સફાઈની હોય તો એનાં ઉંચા દામ મળે છે.
માર્કેટીંગ યાર્ડોમાં આજે હલકા પ્રકારની વરિયાળીની આવકો વધું છે. તો એનાં ભાવ પણ નીચા સરકી ગયા છે. આબુ રોડ અસલ ગ્રીન કેલર વરિયાળીના ભાવ આજે પણ રૂ.૬૦૦૦ની સપાટીએ પહોંચી જાય છે. વૈશ્વિક લેવલે પાકિસ્તાન અને ઉજીપ્તની વરિયાળીનાં ભાવ આપણા કરતાં નીચા હોવાને કારણે અન્ય દેશોની ખરીદી એના તરફ વળવાથી આપણી વરિયાળીનાં નિકાસ કામકાજ ઓછા છે.
૧૩, મે સોમવારે ૧૪,૧૫૦ બોરી વરિયાળીની આવક સામે વેપાર થઇ જાય છે. હાલ બજાર સ્થિર પડી છે. કટરમાં કાઢેલ કસ્તરવાળી વરિયાળીમાં રૂ.૧૦૦૦ થી રૂ.૧૨૦૦ અને કલર અને સારી વરિયાળીમાં રૂ.૧૫૦૦ થી રૂ.૧૭૦૦નાં ભાવે વેપાર થવા છે.