સફેદ કાળા તલની બજારમાં સષ્ક માહોલ જોવા મળી રહ્યો છે. તલની બજારમાં નિકાસ વેપારો પણ નથી અને લોકલ માંગ પણ ખાસ જોવા મળતી નથી. તલની આવકો હવે ત્રણ હજાર બોરી આસપાસ ટકી રહી છે અને આગામી દિવસોમાં બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ હજી થોડો ઘટાડો થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. આગામી દિવસોમાં તલની બજારમાં જો વેપારો નહી આવે તો ભાવ થોડા નીચા આવી શકે છે.
તલમાં નિકાસ વેપારનો અભાવ અને લોકલ ઘરાકી પણ ન હોવાથી તેજી મુશ્કેલ…
ગુજરાતમાં ચોમાસું તલનાં વાવેતર ચાલુ થઈ ગયા છેઅને ૧૫માઁ જુલાઈ સુધીનાં આંકડાઓ મુજબ રાજ્યમાં ૧૬ હજાર હૈક્ટરમાં વાવેતર થયું છે, જેગત વર્ષે આજ સમયે ૪૧ હજાર હેક્ટરની ઉપર વાવેતર થયું હતું. આમ વાવેતરમાં ૬૧ ટકા જેવો ઘટાડો થયો છે. તલમાં આ વર્ષે વાવેતર ઓલઓવર જ થાય તેવી ધારણાં છે.
ગુજરાતમાં સફેદ તલની ત્રણ હજાર બોરી આસપાસની આવકો સ્ટેબલ..
સફેદ-કાળા તલની બજારમાં આવક અને ભાવ સ્ટેબલ રહ્યા હતા. ગુજરાતમાં ખાસ આવકો નથી અને હવે દૈનિક ત્રણથી સાડા ત્રણ હજાર બોરીની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં આવકો ઘટીને ત્રણ હજાર બોરીની અંદર આવી જાય હું તેવી પણ ધારણા છે. ઉનાળ તલનો હવે બહુ કોઈ મોટો સ્ટોક નથી અને જેમની પાસે સ્ટોક પડયો છે તેઓ હવે સારા ભાવ આવે તો જ વેચાણ કરવાના મૂડમાં હોવાથી તલની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.
તલનાં વેપારીઓ કહે છે કે તલની બજારમાં આગામી દિવસોમાં નિકાસ વેપારો આવે તો બજાર સુધરી શકે છે, એ સિવાય કોઈ મુવમેન્ટ દેખાતી મોટી નથી , તલની બજારમાં કોરીયાના ટેન્ડર પણ નજીકના સમયમાં દેખાતુ નથી. જુલાઈ મહિનો અડધા વિતી ગયો છે અને હવે જુલાઈ અંતમાં જ ટેન્ડર આવે તેવા સંજોગો દેખાય રહ્યા છે.
ચોમાસું તલના વાવેતરમાં હજી સુધી કોઈ દમ નથી. જુલાઈ અંત સુધીમાં વાવેતરનું ચીત્ર સ્પષ્ટ થઈ જાય તેવી ધારણાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.