સફેદ તલમાં રુ.૨૫ થી ૩૦ નો વધારો
સફેદ તલની બજારમાં ભાવ મજબૂત રહ્યો હતો.અને મણે રુ.૨૫ થી ૩૦ વધી ગયા હતા. કોરીયાના ૧૦ હજાર ટનના ટેન્ડરમાથી ભારતને સારો ઓડરૅ મળ્યો હોવાથી તલની બજારમાં હાલ કોઈ મોટી મંદી થાય તેવાં એંધાણ દેખાતા નથી.
ગુજરાતમાં આજે સફેદ તલની આવકો વધીને સિઝનની સૌથી વધુ ૪૦ હજાર બોરીની આવક થઈ હતી. કોરિયાનાં ટેન્ડરને લઈને અને ૪૦ ટકા જ માલ નબળી ક્વોલિટીનાં આવતા હોવાથી ભાવમાં સુધારાની ચાલ હતી.
કોરિયાનાં ટેન્ડરને પગલે સફેદ તલની બજારમાં ભાવ ઘટવા હાલ
કાળા તલની બજારમાં ભાવ નરમ હતાં અને આવકો પણ આજે ઓછી થય હતી કાળા તલનો પાક આ વર્ષ ૫૦ ટકા તે હોવાથી સફેદની તુલનાએ ભાવ ઉંચા રહે તેવી ધારણા છે વાવેતર સમયે ભાવ ઓછા હતાં તે માટે વાવેતર ઓછા થયા છે.
સાઉથ કોરિયાના ટેન્ડરને પગલે નિકાસકારોની ખરીદી શરૂ થતાં હાલ તલનું બજાર ઉંચકાયું છે અને હજુ બે મહિના સુધી મતલબ કે જૂન માસના અંત સુધી લેવાલી સારી રહેશે જેથી તલના ભાવ ઘટશે તો પણ મર્યાદાથી નીચે ઘટશે નહીં અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહેશે તેવું હાલ દેખાય રહ્યું છે