સફેદ તલની આવકો શનિવારે વધીને ૨૮થી ૩૦ હજાર કટ્ટાની થઈ હતી. આવકો વધવાની સામે બજારમાં લેવાલી મર્યાદીત હોવાથી ભાવમાં રૂ.ર૦થી ૩૦નો ઘટાડો થયો હતો. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર ભજારનો આધાર રહેલો છે.
તલનાં વેપારી કહે છે કે ચાલુ સપ્તાહે જો આવકો હજી વધશે તો બજારો ઘટી શકે છે.આ તરફ ૩૦મીએ કોરિયાનું ટેન્ડર ખુલવાનું છે. જેમાં ક્યાં ભાવથી બીડ પડે છે તેનાં ઉપર પણ સમગ્ર બજારનો આધાર રહેલો છે. જો ભારતને સારો ઓર્ડર મળશે તો તલની મંદીને અહીંથી બ્રેક લાગી શકે છે. આગળ ઉપર તલની બજારમાં બે તરફી મુવમેન્ટની સંભાવના દેખાય રહી છે
નવા તલની આવકો ચાલુ સપ્તાહે વધશે તો બજારો હજી પણ ઘટી શકે: ટેન્ડર ઉપર નજર
કાળા તલની બજારમાં પણ આવકો વધી રહી હોવાથી ભજારને ટેકો મળી રહ્યો છે. કાળા તલનો પાક આ વર્ષે અડધોજ થયા તેવો અંદાજ છે, પરિણામે તેમાં અંદાજ મોટી મંદીનાં દેખાતાં નથી.
તલની આવકો શરૂ છે ભાવ રુ.2800 સુધી ટકેલા જોવા મળી રહ્યાં છે.સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, હાલ ઉનાળુ તલની આવક સતત શરૂ થઈ ગઈ છે અને બજારમાં નવા તલ આવવા લાગ્યા છે. ઉનાળુ તલની બજારમાં એક દિવસમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બાદમાં બજાર અચાનક ઊંચકાય હતી. વરસાદ પડવાના કારણે તલ પલળી જવાના કારણે ભાવમાં વધારો થયો છે.
હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તલ કશ્મીરીનો ભાવ 3000 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે.વરસાદને કારણે તલની બજારમાં તેજી આવી હતી પરંતુ આ સપ્તાહમાં ભાવમાં થોડો ધટાડો જોવા મળો છે પરંતુ તલની બજાર આ વર્ષ સારી રહેવાની સંભાવના છે. તલની બજારમાં મંદી ના એંધાણ દેખાઈ રહ્યા નથી.