સફેદ તલની બજારમાં વધ–ધટ સાથે ટકેલી બજાર
સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને હાલ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી. ખેડુતો વાવણીકાર્યમાં હવે લાગી ગયા હોવાથી તલની આવકમાં મોટો ધટાડો થયો છે અને સમગ્ર ગુજરાતની આવકો હવે ૧૦ હજાર બોરીની અંદર આવી ગય છે.
તલનાં વેપારીઓ કહે છેકે તલનાં ભાવમાં હવે કિલોએ એક-બે રૂપિયાની વધઘટ થયા કરશે, પરંતુ ભહુ મોટી મંદી દેખાતી નથી. આગામી દિવસોમાં તલની ભજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે કોઈ નવા નિકાસ વેપારો પણ નથી અને સામે વેચવાલી પણ ઘટી રહી છે.કોરિયાનાં ટેન્ડરની વાત ચાલે છે, પરંતુ જુલાઈની શરૂઆત પહેલા ટેન્ડર આવે તેવા સંકેતા દેખાતા નથી.
કાળા તલની આવકો હવે ધટવા લાગી છે રાજકોટમાં ૨૦૦ બોરી કાળા તલની આવકો હતી.અને સમગ્ર ગુજરાતમાં આવકો ૪૦૦ થી ૫૦૦ બોરીની આવકો થાય છે કાળા તલનો હવે બહું સ્ટોક પડ્યો નથી.આગામી દિવસોમાં જો માંગ આવશે તો બજારને ટેકો મળે તેવી શક્યતા છે.
તેલની બજારમાં તેજી આવશે કે નહીં
બજારની વાત કરીએ તો ભાવ ૨૩૦૦ થી ૨૬૫૦ સુધી જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે જેમાં ભાવ થોડા વધશે બાકી ચોમાસા દરમિયાન બજાર ૨૫૦૦ ઉપર ટકેલી રહેશે તેવી શક્યતા છે.