સફેદ તલમાં તેજીનો માહોલ યથાવત છે સતતં બીજા દિવસે પણ માર્કેટ યાર્ડમાં રુ.૪૦ થી ૬૦ ઉછાળો આવ્યો હતો.તલની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે.તલમા અત્યારે વેચવાલી વધીને ૮૫૦૦ બોરી થય ગય છે અને ડીમાન્ડ પણ વધી છે.
તલના વેપારીઓ જણાવી રહ્યા છે કે શોર્ટકર્ટ્સ મા બે દિવસ મા રુ.૩ થી ૪ વધી ગયા છે અને જો ધરાકીનો ટેકો રહેશે તો હજુ પણ ૨ થી ૪ વધી શકે છે નવા તલની આવકો લેટ અને જુના તલની ડિમાન્ડ સારી છે.ઉપરમા સાઉથ કોરિયાનું ટેન્ડર પાઈપલાઈન મા છે.જે રીતની તેજી એ જોતાં નિકાસકારો ને જે ઓક્ટોબર મા ડિલિવરી કરવાની છે તેના માટે માલ વધારે શોટૅ હોય તેવું લાગે છે આ તેજી અત્યારે ટૂંકાગાળાની સાબિત થાય તેવી પણ સંભાવનાં છે.
રાજકોટમાં કાળાતલની બજારમાં ભાવ મજબૂત હતાં. પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ રૂ.૩૫૫૦થી ૩૯૦૦, ઝેડ બ્લેકમાં રૂ.૩૪૫૦થી ૩૫૨૫ અને એવરેજ માલ રૂ.૩૧૭૫થી ૩૩૭૫ના હતા.
પ્રતિકુળ હવામાનના કારણે ચોમાસુ તલના પાકને નુકસાન પહોંચ્યુ હોવાની સંભાવનાના પગલે તલના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં રૂ.2000થી રૂ.2600ની સપાટીની વચ્ચે સફેદ તલના ભાવ ચાલી રહ્યા છે. ગત સિઝનમાં તલના ભાવમાં રૂ.3000થી ઉપરની સપાટી પણ જોવા મળી હતી. જોકે, આ બાદ ધીમ ગતિએ ઘટાડો થયા બાદ તલ બજારમાં સ્થિરતા સાથે વેપાર થઇ રહ્યો છે.