સફેદ તલની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા.ગુજરાતમાં આવક ઘટીને ત્રણથી ચાર બોરીની થઈ ગઈ છે અને ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી. ગુજરાતમાં ઉનાળુ તલની આવક હવે પૂરી થઈ ગઈ છે અને તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની ભજારનો આધાર રહેલો છે .
તલનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે તલમાં વેચવાલી ઓછી છે અને હવે સૌની નજર આયાતી તલની ઉપર છે ઓગસ્ટ મહિનાથી બ્રાઝિલ થી તલની આવકો શરૂ થશે. જેની અસર ભારતીય તલની બજાર ઉપર જોવા મળશે.
સફેદ તલની બજારમાં હવે આયાતી તલની ઉપર જ લોકલ બજારનો આધાર રહેલો છે અને કોરિયાનું ટેન્ડર ક્યારે આવે છે તેના ઉપર સૌની નજર રહેલી છે ગુજરાતમાં તલની ૭૦ થી ૭૫ હજાર ટનની આવક સંપન્ન થઈ ચુકી છે અને હવે જે માલ છે તે ધીરે ધીરે બજારમાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં તલની બજાર ટકેલી જોવા મળી રહી છે તલ સફેદ ના ભાવ ૨૩૦૦ થી ૨૬૦૦ વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે તલ કાળા ની બજાર ૩૧૦૦ સુધી જોવા મળી રહી છે આગામી ઓગસ્ટ મહિનામાં કોઈ મોટી મુવમેન્ટ નથી દેખાતી ભાવમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.