સફેદ અને કાળા તલની બજારમાં સરેરાશ બજારો મજબૂત રહ્યો શનિવારે ૧૫ હજાર થઈ હતી. જોકે સામે હજાર બોરી પેન્ડિંગ પણ પડી છે. આવી સ્થિતિમાં તલની બજારમાં આગામી દિવસોમાં રૂ.૩૦થી ૫૦નો સુધારો સારા માલમાં જોવા મળ્યો હતો.
તલનાં વેપારીઓ કહે કે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં પટાડો આવશે, નહીંતર સારા તલનાં ભાવ આગામી થોડા દિવસ વધતા રહે તેવી ધારણાં છે. તાજેતરમાં આવેલા ટેન્ડરમા પણ હવે ડિલીવરીનો સમય આવશે ત્યારે થોડી ડિમાન્ડ નીકળી શકે છે.
ગુજરાતમાં સફેદ તલની ૧૫ હજાર બોરીની આવકો થય અને કાળા તલની આવકો ધટી
વરસાદ ગુજરાતમાં જો મોડો થશે તો પણ તલના વાવેતરને અસર થશે અને સામે નવું ટેન્ડર જો કોઈ જૂન અંત કે જુલાઈની શરૂઆતમાં આવશે તો તલમાં આગળ ઉપર સારા 1 તલમાં ન ધારેલી ધારે તેજી થાય તેવી ધારણાં છે. બજારમાં સારા કરતા નબળો માલ વધારે હોવાથીએ તલની બજારને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે.