મિત્રો થોડા દિવસ પહેલા જે અપડેટ આપી હતી તે મુજબ ફોરકાસ્ટ મોડેલ પણ ધીમે ધીમે પોઝિટિવ થઈ રહ્યા છે ….આજે વાત કરીશું ક્યાં વિસ્તારમાં વધુ વરસાદ નું પ્રમાણ રહી શકે અને સિસ્ટમનો ટ્રેક રહી શકે અને ક્યાં દિવસે વધુ વરસાદ પડી શકે ……
હાલ જે લો પ્રેશર સિસ્ટમ બાંગ્લાદેશ આસપાસ છે તે આવતા સમયમાં વધુ મજબૂત બની શકે અને ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે ….આ સિસ્ટમ હાલ મુજબ ગુજરાતમાં થી પસાર થાય એવી શકયતા વધુ છે …..
હાલ મુજબ 20 થી 24 સુધી દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્ર એટલે ગીર સોમનાથ, રાજકોટ , ભાવનગર ,અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે ……..
25 થી 29 તારીખ વરસાદની મુખ્ય તારીખ ગણાવી શકાય એમાં પણ ખાસ 26/27/28 આ તારીખોમાં સૌથી વધુ વરસાદ અને વિસ્તારો જોવા મળશે …..ટુંકમાં આ વર્ષનો પહેલો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે જેમાં એક સાથે ઘણાં વિસ્તારોમાં એક સાથે વરસાદ જોવા મળશે ……
હવે વાત કરીએ ક્યાં વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે , અત્યારની અપડેટ્સ મુજબ ચાટૅ બદલાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાથે અમદાવાદ ગાંધીનગર ખેડા સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે
સિસ્ટમ ટ્રકમાં કઈ ફેરફાર થાસે તો નવી અપડેટ આપીશું બાકી હાલ પૂરતું 70 ટકા જેવી શક્યતા ગણી ચાલવું સિસ્ટમ ટ્રેક બાબતે ……