પરેશ ગૌસ્વામીની નવી આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ બેથી ત્રણ દિવસ આ વરસાદી ઝાપટાં થશે જે બાદ દિવાળી પહેલા પણ વધુ એક માવઠું આવશે.છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ બેથી ત્રણ દિવસ આ વરસાદી ઝાપટાં થશે જે બાદ દિવાળી પહેલા પણ વધુ એક માવઠું આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં ગુજરાતના ખેડૂતો માટે મહત્વની માહિતી પણ આપી છે.
બંગાળની ખાડી અને અરબ સાગરના દક્ષિણ તરફના છેડા સક્રિય છે. જેમાં અરબ સાગરમાં જે અસ્થિરતા હતી અને તે ગુજરાતથી ઘણી નજીકથી પસાર થઈ તે અસ્થિરતા મજબૂત બનીને ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે. પરંતુ સારી વાત એ છે કે, તે અસ્થિરતા ગુજરાતથી ઘણી દૂર નીકળી ચૂકી છે જે ઓમાન તરફ જતી રહી છે. એટલે એ અસ્થિરતાથી આપણને હવે કોઈ મોટો ખતરો નથી. જોકે, એની પાછળની લેયર હજુ બાકી છે જેના કારણે રાજ્યમાં ત્રણ ચાર દિવસ સુધી વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
3 દિવસ માવઠાની આગાહી
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હજુ ૩ દિવસ સુધી છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં ગીર સોમનાથ, કોડીનાર, માણાવદર, પોરબંદર, ભાણવડ, કેશોદ, માળીયા હાટીના, ઉપલેટા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ખાંભા, ભાવનગર, જામનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે ત્યાં થોડી તીવ્રતા રહેશે તેવું અનુમાન છે.