ગુજરાતમાં થોડા દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લઘુતમ તાપમાનમાં વધઘટ થતા ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. તો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જોઈએ.
૧૧ અને ૧૨ ફેબ્રુઆરી દરમિયાન જામનગર,દ્વારકા અને પોરબંદર તેમજ પશ્ચિમ કચ્છમાં વધુ ઝાકળ વર્ષા જોવા મળશે તેમજ બીજા પ્રદેશમાં છૂટા છવાયા વિસ્તારમાં ઝાકળ વર્ષા જોવા મળશે .
૧૦ થી ૧૪ ફેબ્રુઆરી રાત્રિનું તાપમાન નોર્મલ નજીક ૧૮ થી ૨૨ ડિગ્રી એકાદ દિવસ સામાન્ય ઠંડી પડી શકે …. દિવસનું તાપમાન ૨૬ થી ૨૮ અમુક અમુક સેન્ટર માં ૩૦ ડિગ્રી થી વધુ જોવા મળી શકે …એમાં ખાસ ભાવનગર , અમરેલી , જૂનાગઢ , દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ જોવા મળી શકે ….૧૫ થી ૧૭ ઠંડી ગાયબ જેવું વાતાવરણ જોવા મળી શકે ..આ દિવસોમાં અમુક અમુક સેન્ટર માં તાપમાન ૩૮ આસપાસ પહોંચી શકે જેમાં સૌથી વધુ તાપમાન દક્ષિણ ગુજરાત માં જોવા મળશે..
ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં 7થી 10 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14થી 16 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 17-18 માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.