હાલની સતત વરસાદ અને વાદળછાયા હવામાનની પરિસ્થિતિમાં ચોમાસું પાકોમાં લેવાની કાળજી
મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., તરથડીયાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક વી.ડી. વોરાના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે પોષક તત્વોનું ધોવાણ થવાથી તેમજ પાણી સાથે જમીનમાં ઊંડે ઉતરી જવાથી તેમજ પાણીથી સંતૃપ્ત થયેલ જમીનમાં હવાની અવરજવર ઘટવાથી જમીનમાં રહેલ જીવાણુઓની ક્રીયાશીલતા પર માઠી અસર થવાને કારણે તેમજ સતત વાદળછાયા હવામાનને કારણે પ્રકાર સંશલેષણની ક્રિયા પુરતા પ્રમાણમાં ન થવાના કારણે ખેતરમાં ઉભા પાકને પુરતું પોષણ મળતું નથી જેના કારણે પાકના વૃદ્ધિ, વિકાસ, મુળતંત્રના વિકાસ અને ફળફૂલની પ્રક્રિયા પર માઠી અસર થતી જોવા મળે છે.
તેમજ રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. જેથી હવામાનની આ પરિસ્થિતિમાં નીચે મુજબના પગલા લઈ શકાય.
ખેતરમાંથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો
કપાસ:
• લીલી પોપટી, સફેદ માખી અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો તેના નિયંત્રણ માટે ફૂલોનીકામીડ ૫૦ ટકા વે.પા. ૬ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
• ઉભા કપાસમાં મૂળ ખાઈ રોગને કારને સુકારો જોવા મળે તો મેન્કોઝેબ ૪૦ ગ્રામ દવા ૧ પમ્પમાં નાખીને થડની ફરતે ડ્રેન્ચિંગ કરવું.
• સતત વરસાદના કારણે કપાસના પાનમાં ફૂગના કારણે જાંબલી અથવા બદામી ટપકા જોવા મળે છે અને ફૂગના વધુ ઉપદ્રવના કારણે નીચેના પાન બળી જાય છે. આ પાનના ટપકાના રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૨૦ મી.લી. અથવા મેન્કોઝેબ (ડાયથેન એમ ૪૫) ૪૦ ગ્રામ પ્રતિ પમ્પ મુજબ ૧૨ થી ૧૫ દિવસના ગાળે બે છંટકાવ કરવા.
બી.ટી. કપાસમાં યુરીયા, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હ. પુરતી ખાતર તરીકે આપવું.
બી.ટી. કપાસમાં વિકાસની અવસ્થાએ ૧૯-૧૯-૧૯ ખાતરના ૧ ટકા દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ) છંટકાવ કરવો.
મગફળી:
પીળી પડેલ મગફળીમાં વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હે. આપવું. તેમજ વરાપે હીરાકસી ૧૫૦ ગ્રામ અને લીંબુના ફૂલ ૧૫ ગ્રામ ૧ પમ્પમાં નાખીને છંટકાવ કરવો.
સરકોસ્પોરા ફુગનો પાનના ટપકાનો રોગ લાગે નહિ તે માટે ટેબ્યુકોનાઝોલ ૧૮.૩ ૧૦ મિલી ૧૦ લીખતા પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
આગોત્તરી મગફળીમાં મોલોમશીનો ઉપદ્રવ વધુ હોય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા ૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.
મગફળીમાં વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું.
• મગફળીમાં સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડમાં ફુગ ૨.૫ કી.ગ્રા./હ. મુજબ ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. મિશ્ર કરીને જમીનમાં આપવું.
મરચી:
સતત વરસાદના કારણે મરચીના પાકના સારા અને ઝડપી વિકાસ માટે
ખેતરમાંથી શક્ય હોય તો રેચ ફૂટેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
શરૂઆતના ઝડપી વિકાસ માટે એમોનિયમ સલ્ફેટ અને મયુરેટ ઓફ પોટાશ ખાતર દરેક ૨૫ કી.ગ્રા. પ્રતિ હેક્ટર આપવું અને
શક્ય હોય તો હલવું પાલર પાણી આપવું જેથી વરાપ જલ્દી આવે.વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું અને વીઘે ૧૫ કી.ગ્રા. એન.પી.કે. ખાતર દન્તાળથી જમીનમાં વાપરવું.
મિક્સ માયકોન્યુટ્રીયન્ટ ૧૦૦ ગ્રામ/પ્રતિ પંપ મુજબ ૧૦ દિવસના ગાળે બે છંટકાવ કરવા.
ગરમી અને ભેજ વાળા હવામાનમાં મરચીમાં પાનનાં ટપકાના રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૧૬ મિલી દવા ૧ પમ્પમાં નાખીને વરાપે છંટકાવ કરવો.
શ્રીપ્સના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. ૩૦ મી.લી. અથવા અથવા પ્રોફેનોફોસ ૩૦ મી.લી. અને વધુ ઉપદ્રવ હોય તો સ્પીનોસાડ અથવા સ્પીનેટોમ 8 મી.લી. અથવા ફલુક્ઝામેટામાઈડ ૧૬ મી.લી. અને લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળી ના મીજનુ ૫ ટકા અકૅનુ દ્રાવણ ૭૫૦ મીલી પ્રતી પંપ છંટકાવ કરવો.