અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ૩ વાવાઝોડા બનવાની મોટી આગાહી કરી છે જેમાં એક પછી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ત્રણ વાવાઝોડા બનવાની શક્યતા છે એક વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે તેવી અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.
નવેમ્બર મહિનામાં માવઠાની આગાહી
7થી 13 નવેમ્બરના બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકે. 13 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો 13થી 15 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. નવેમ્બરમાં બે થી ત્રણ માવઠાની સંભાવના છે.
ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે
ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન ત્રણથી ચાર દિવસ માટે યથાવત્ રહેશે.ગુજરાતમાં અત્યારે ઉત્તર- પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે.તે મુજબ ના પવનો દિવાળી સુધી રહેશે તેવી શક્યતા છે.