Gujrat heavy rain: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદને કારણે નદીઓની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.હજુ 2 દિવસ મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાઉથ ગુજરાત પર ઓફશોર ટ્રફ છે અને રાજસ્થાન પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જ્યારે આ બે સિસ્ટમને કારણે અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે
આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે જેમાં વલસાડ વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા નવસારી ડાંગ તાપી દમણ અને દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ભાવનગર રાજકોટ અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ ખેડા મહીસાગર જિલ્લામાં પણ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 તારીખ પછી જોવા મળી શકે છે. આ સાથે ઓગસ્ટ મહિનાના એડમા પણ એક સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ૨૯ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે.