રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો પણ પુરો થવા આવ્યો. તેમ છતા વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે. જોકે, વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. તો આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
ભુમધ્ય સમુદ્રમાંથી બરાબરનો વહન ન ઉછળે તો ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા નથી. મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહી. પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણા જ ભારે ઠંડી પડવાની શક્યતા રહેતા એશિયા ખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે અને ઠંડી લાવશે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૨૭ થી ૩૦ નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે અને તે વાવાઝોડું બનશે તેવી શક્યતા છે આ વર્ષ ડીસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે જેના કારણે ડીસેમ્બરના પ્રારંભમાં લધુતમ તાપમાન વધશે અને ઠંડીનો ચમકારો ધટશે.
ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાય પરંતુ ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે. 27 ડિસેમ્બર બાદ ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે. અત્યારે ભલે નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય. પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હિમાલયમાં ભાગોમા બરફ વર્ષા થશે.