અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી,નવા વર્ષની ભયંકર આગાહી, વાવાઝોડું, માવઠું અને ઠંડીનો કહેર જોવા મળશે

#આગાહી
Views: 732

કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. લોકો નવા વર્ષના આગમન માટે તૈયાર છે. ત્યારે નવા વર્ષની આગાહીઓ ડરાવી દે તેવી છે. કારણ કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન કરવા તૈયાર રહેવું પડશે.

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને ડરામણી આગાહી કરી છે.૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.

અંબાલાલ પટેલે આ વર્ષ ની ભયંકર આગાહી કરી છે તેના મત મુજબ ઉપરા ઉપરી બંગાળના ઉપસાગર માં સિસ્ટમ બનશે, હજુ ત્રણ વાવાઝોડાની સંભાવના છે. બંગાળનાં ઉપસાગર માં વાવાઝોડાની અસર ને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે.

વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. હવે ધીરે ધીરે તાપમાન ધટશે અને ઠંઠીનો ચમકારો જોવા મળશે તેવી શક્યતા છે.

નવેમ્બરમાં હવામાન કેવું રહેશે, ઠંડી, તાપમાન અને માવઠાની આગાહી, પરેશ ગૌસ્વામીની આગાહી
ઠંડી અને માવઠાની આગાહી, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up