થોડા સમયથી મોડી રાતથી જ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગે છે. જો કે બપોરના સમયે થોડી ગરમીનો અહેસાસ થાય છે. જો કે શિયાળાની ઠંડીની જમાવટને લઇને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં ગુજરાતમાં ૨૨ નવેમ્બર પછી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે ૨૦ નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે, ૨૦ તારીખ સુધી ગુજરાતના ખેડૂતોને ગરમી સહન કરવી પડશે અને સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહે છે.
10 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ બાદ રાજ્યમાં વધુ ઠંડી પડી શકે છે, ૨૧ નવેમ્બર થી ગુજરાતમાં ગુલાબી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે ૧૦ થી ૧૪ નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અરબી સમુદ્ર માં 13-14 નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.