અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે,હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ડીસેમ્બર મહીના ના અંતમાં ગાત્રો થ્રીજવતી ઠંડી ની આગાહી કરી છે જેમાં જણાવાયું છે કે 22,23 તારીખે થી કાતિલ ઠંડી પડશે, આ સમયે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે જેથી ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવું માવઠું પડી શકે છે.
આગામી દિવસોમાં હજું ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે નલિયામાં અને ઉત્તર ગુજરાતમાં, જ્યારે 17 તારીખે થી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 27 આસપાસ તાપમાન નોંધાશે. આ સાથે આ દિવસોમાં વાદળો આવશે જેથી ઠંડીમાં વધ-ધટ જોવા મળે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે, સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ માર્ચ મહિના સુધી માવઠા આવવાની શક્યતા છે સાથે આ વર્ષ શિયાળો લાબો ચાલે તેવું અનુમાન છે.