ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં કાતિલ ઠંડી બાદ કોલ્ડવેવ પણ અનુભવાશે તેવી આગાહી કરી છે. આ સાથે પરેશ ગોસ્વામીએ માવઠું, પવન અને ઝાકળ અંગેની પણ આગાહી કરી છે.તેની વિષેશ માહિતી મેળવીશું.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. એટલે કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી.” આ સાથે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં એક માવઠાની સંભાવના દેખાય રહી છે.
દિવસથી પવનમાં વધારો નોંધાઈ ચૂક્યો છે. હાલ પવનની સ્પીડ સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. 14થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી આ પવનની ગતિ આવી જ રહેશે. આ સામાન્યથી થોડો જ વધારે પવનની ગતિ છે એટલે આપણે કોઈ ઊંચાઈવાળા પાકને આનાથી ખતરો થાય તેવું નથી.
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ એકથી બે દિવસમાં તાપમાન થોડું નીચું જઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાશે. ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં 0થી બે ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે છે. 15 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. અત્યારે કાતિલ ઠંડી નો અનુભવ થશે સાથે આગામી દિવસોમાં કોલ્ડ વેવની સંભાવના છે મકરસંક્રાંતિ સુધી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળશે.