હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં ભારે માવઠું નહીં પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી પડવાના છે તેવું અત્યારે લાગી રહ્યું છે. હજુ બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.
૪-૫ તારીખે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થશે, ત્યારે પણ અનેક વિસ્તારોમાં આ કશ જોવા મળી શકે છે. 4-5 તારીખે જે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની છે, ઝાપટાઓ પડવાના છે, તે પડી જાય અને પાંચ તારીખે સાંજથી વાતાવરણ ખુલ્લુ થઈ જાય પછી કશ જોવા પણ બંધ થશે તેવું અનુમાન છે.
આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અને અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડવાની સંભાવના છે તેમજ ગાંધીનગર અને અમદાવાદ લાગું વિસ્તારમાં કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે બાકીના પૂર્વ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળશે કોઈ માવઠાની સંભાવના નથી.
તા.૪,૬,૭ ફેબ્રુઆરીના પવનની ગતિ ૧ર થી રપ કિ.મી.ની રહેશે, તા.૬ થી ૮ છુટાછવાયા વાદળો થશે, તા.૭ થી ૧૦ ન્યુનતમ તાપમાનમાં વધારો થશે, હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧ર થી ૧૪ વચ્ચે રહેવાની સંભાવના છે. ફરી ગુજરાતમાં વાદળો હટતાં ગુલાબી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.