રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત પહેલાં જ માવઠું થયું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે આજથી રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર અને આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની વાત કહી છે. સાથે જ પવનની ગતિમાં આવનારા મોટા બદલાવ અંગે પણ મોટી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. હવે 13 તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધશે. કેમ કે, 13થી 18 ઓક્ટોબરની પણ આપણી આગાહી છે. 13, 14 અને 15 એમ ત્રણ દિવસ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16, 17 અને 18માં તીવ્રતા પાછી ઘટી જશે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અમરેલી જિલ્લામાં તિવ્રતા વધુ જોવા મળશે, જ્યારે બોટાદ સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી ભરૂચ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં સારા વરસાદની સંભાવના ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહે લી છે.
બંગાળની ખાડીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ તેમજ તમિલનાડુ કાંઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે આગામી 36 કલાકમાં લૉ પ્રેશરમાં ફેરવાઈ જશે. ત્યારબાદ આ સિસ્ટમ વેલ માર્ક લૉ પ્રેશર કે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થઈ તમિલનાડુના કાંઠે ટકરાઈ શકે છે કે ઉતર પશ્ચિમ દિશામાં વધુ આગળ વધી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા કાંઠે અરબસાગરમાં એક લૉ પ્રેશર સિસ્ટમ તરીકે પ્રવેશ કરશે. આ સિસ્ટમને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તા.17-18-19 દરમ્યાન હળવા-મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. હાલ આગોતરા એંધાણમાં આ તારીખોમાં વરસાદના વિસ્તારો ખૂબ સીમિત રહે તેવું છે છતાં આગળ સિસ્ટમના ટ્રેક અને તીવ્રતા મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે તો તેની અપડેટ આગળ આપવામાં આવશે.