ગુજરાતમાં ફરી માવઠાનો કહેર વર્તાવ્યો છે પરેશ ગૌસ્વામીએ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જેમાં ગઈકાલે ધણા વિસ્તારમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો હતો, બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી મજબૂત બની છે જેની લેયરો ગુજરાત સુધી આવી જેથી વરસાદની ગતિવિધિઓ વધી રહી છે હજુ 21 તારીખ સુધી કમોસમી વરસાદની સંભાવના છે.
આજે 20 તારીખે આટલા વિસ્તારો સાવધાન
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધું જોવા મળશે, આજે ગાજવીજ સાથે જુનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર, ગીર, ગીર સોમનાથ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, વંથલી, ઉપલેટા, રાજકોટ, જેતપુર, ધોરાજી, અમરેલી, લાઠી, ખાંભા, સાવરકુંડલામાં વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના સુરેન્દ્રનગર બોટાદ મોરબી ભાવનગર જિલ્લામાં અમુક જગ્યાએ સામાન્ય હળવા વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા રાજપીપળા અંકલેશ્વર નમૅદા છોટાઉદેપુર વડોદરા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા થી મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે તો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં થી માંડી અમુક વિસ્તારોમાં હળવા વરસાદ પડી શકે છે.
21 તારીખે આટલા વિસ્તારો સાવધાન
સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી તાપી અને અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.