રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પાંચ તારીખથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ઉત્તર ભારતમાંથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.
હજુ બે દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે જેમાં રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં, ધાનેરા, ઈડર, વડાલી, વાવ, રાધનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, વિસનગર, સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જિલ્લામાં અને અરવલ્લી જિલ્લાના ભાગોમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ કોઈ ક જગ્યાએ છાંટ છુટ થય શકે છે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી શક્યતા છે.
પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. રાજ્યમાં 5,6 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.