Heavy rain forecast : આજે રાત્રે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આજે રાત્રે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટીની શરુઆત થઈ ચુકી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે રાત્રે ગુજરાતમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, બોટાદ, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે.આટલા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આવતી કાલે 10 તારીખે વહેલી સવારથી વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના રહે લી છે.
આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં બે દિવસથી પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં આજે પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ હળવા અને ભારે વરસાદ નોંધાયો હતો જેમાં આજે વાત કરીએ તો અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.