Heavy rain: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભુક્કા બોલાવી શકે છે. સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પણ 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય પૂર્વ ઉત્તર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતાં આજે થશે જળબંબાકાર જેવી સ્થિતિ.
આજે આટલા વિસ્તારમાં મેધ-તાંડવ
સૌરાષ્ટ્રમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ, નમૅદા અને ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર.
દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર ખેડા અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના, તો અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર કચ્છ અને મોરબી રાજકોટ જિલ્લા પણ મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે.
આજે દિવસ દરમિયાન અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડી શકે છે તો અમુક વિસ્તારોમાં 10 થી 15 ઈંચ જેટલો જંળબબાકાર વરસાદ નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
આવતી કાલે 17 તારીખે પણ ભારે વરસાદ
વરસાદી સિસ્ટમ મજબૂત હોવાને કારણે ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે 17 તારીખે પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર જિલ્લામાં ભારે વરસાદ અને ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી ભરૂચ દાહોદ છોટાઉદેપુર વડોદરા મધ્ય પૂર્વ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ મહીસાગર જિલ્લામાં ઉત્તરમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા પણ વરસાદની આગાહી કરી છે કચ્છમાં પણ નખત્રાણા રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા ખાતે ભારે વરસાદની સંભાવના રહે લી છે.