આજે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી, હળવા થી મધ્યમ વરસાદની સંભાવના

#આગાહી
Views: 2K

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે આજે 29 જુને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

29 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ

આજે ગુજરાતમાં સિસ્ટમની અસર જોવા મળશે જેમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી ભાવનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે જુનાગઢ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ રાજકોટ જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં કોઈક જગ્યાએ વરસાદની સંભાવના દેખાય રહી છે.

દક્ષિણ ગુજરાતમાં દરીયા કિનારના વિસ્તારમાં વરસાદનું જોર રહેશે જેમાં વલસાડ નવસારી સુરત ભરૂચ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે બાકીના લાગું વિસ્તારમાં ડાંગ તાપી વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા નમૅદા વડોદરા જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર લાગું વિસ્તારમાં મધ્યમ સારા વરસાદની સંભાવના છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લાના ભાગોમાં હળવા થી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે ખાસ બપોર બાદ અને રાત્રે વરસાદની સંભાવના રહે લી છે.

મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે ખોઈ ખાસ સંભાવના નથી , કચ્છમાં પણ રાપર ભુજ ભચાઉ નખત્રાણા ના વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

જુલાઈ મહિનામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સારાં વરસાદની આગાહી કરી છે જેમાં 5 જુલાઈ થી ગુજરાતમાં સારો વરસાદ નો રાઉન્ડ આવશે તેવું અનુમાન છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 29-06-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
જીરૂમાં ચાઈનાના નવા નિકાસ વેપારો બંધ થત્તા હાજર બજારમાં ઘટાડો જોવાયો, બજાર વધશે કે નહીં જાણો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up