ચોમાસું પુણે સુધી પહોંચી ગયું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને તે ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ જાશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગાજવીજ સાથે પ્રિ મોન્સુન એક્ટિંવીટી જોવા મળશે. આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની શકયતા રહેલી છે, અને વરસાદના વિસ્તારમાં વધારો થશે અને સાથે થંડરસ્ટઓમ એક્ટિંવીટી જોવા મળશે.
09 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નમૅદા, અરવલ્લી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે .
10 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
થંડરસ્ટઓમ એક્ટિંવીટી સાથે પ્રિ મોન્સુન એક્ટિંવીટીની તીવ્રતા વધશે જેમાં ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જુનાગઢ, જામનગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ, પંચમહાલ, મહીસાગર, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
11 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ
11 તારીખે વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી જોવા મળશે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહે લી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે. ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોચશે