આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના, જાણો ક્યાં ક્યાં વરસાદ પડશે..
Weather update: આજે આટલા વિસ્તારો સાવધાન રહેજો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી.
આજે આટલા વિસ્તારમાં વરસાદ
આજે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ, દહેગામ ગોધરા, રાજપીપળા, પંચમહાલ, મહીસાગર, સુરત, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ,વાપી, ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ , અમદાવાદ, ગાંધીનગર, ખેડા ના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાત ઉપર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બનતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખાસ કરીને ને ઉત્તર ગુજરાત, મધ્ય,પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની સાથે મધ્યમ થી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
ગુજરાતમાં આગામી ૧૬ મે સુધી વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાત ના ૨૪ જિલ્લામાં વરસાદની સંભાવના છે ૧૪ મે દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.
તાપમાન 41 થી 42 ડીગ્રી
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.તારીખ 13 થી 15 માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ 16-17 તેમજ 20 ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.