3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે ગુજરાતમાં આજે બપોર બાદ મેધ-તાંડવ જોવા મળશે અને 3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે આ સાથે આજે સૌરાષ્ટ્રમાં સાવૅત્રીક વરસાદની સંભાવના છે ને મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક ભારે વરસાદ પડી શકે છે.
આજે સાંજે આટલા વિસ્તારમાં મેધ–તાંડવ
વહેલી સવારથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ સૌરાષ્ટ્રમાં સાંજ દરમિયાન ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જેમાં જામનગર, દ્વારકા, અને મોરબી જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે તો ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં આજે સાંજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા જેવાં વિસ્તારમાં મધ્ય થી ભારે વરસાદ પડી શકે છે તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, દહેગામ, ગોધરા, મહીસાગર, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના રહે લી છે તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની એન્ટ્રી થઈ હતી અને હજુ આજે વરસાદી માહોલ જામશે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરા,ભાભર, વિજયનગર, ખેડબ્રહ્મા, બેચરાજી, કડી, વડનગર, અરવલ્લી, મોડાસા જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે કચ્છમાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે જેમાં રાપર, ધોળાવીરા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, મુદ્રા, માંડવી, નલીયા ખાતે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 30 જેટલાં તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં 10 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તો ખંભાળીયા, કાલાવડ, કોડીનાર, અમરેલી, જુનાગઢ,ઉપલેટા, વડોદરા, ડાંગ, જેવા વિસ્તારોમાં 2 થી 3.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.