જીરુની બજારમાં નરમ ટોન હતો. હાજર અને વાયદા બજાર બંનેમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. ઉંઝામાં જીરૂની આજે ૧૨ હજાર બોરીની આવકો થય હતી. સપ્ટેમ્બર મહિનામાં આ સમયે આટલી આવકો ન થવી જોઈએ, પરંતુ આ વર્ષે ખેડૂતો પાસે હજી મોટો માલ હોવાથી રેકર્ડ આવકો થય રહી છે.
ઉંઝા ના એક વેપારીએ જણાવ્યું હતું કે ખેડૂત પાસે હજુ સિઝનનો 30 ટકા જેટલો માલ હજું પડ્યો છે અને આવકોનું પ્રેશર હજુ ચાલુ રહેશે તેવી શક્યતા છે જીરુંની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારમાં વેપાર નહીં થાય તો બજાર ધસાતી રહેશે.
જીરું ખેડૂતો પાસે હજી મોટો સ્ટોક હોવાથી આવકો વધારે જ થાય તેવી ધારણાં
જીરુની બજારમાં આગળ ઉપર વેચવાલી નું જોર આવું જ રહેશે તો ભાવ હજુ નીચાં આવી શકે છે ઊંઝા મા આજે અમુક ક્વોલિટીમા રુ.25 થી 40 નો ધટાડો પ્રતિ 20 કિલો એ થયો હતો.નિકાસ વેપાર ના ભાવ પણ ધટયા હતાં.
જીરું બેન્ચમાકૅ વાયદો રું.190 ધટીને રુ.25,160 ની સપાટી પર બંધ રહ્યો હતો જીરુંની બજારમાં આગળ ઉપર ટોન નરમ દેખાય રહ્યો છે.