🛑🛑 એતિહાસિક ઘટના બનવા જઈ રહી છે🛑🛑
ડીપ ડિપ્રશન સિસ્ટમ હજુ કચ્છ ઉપર જ છે અને મજબૂત થઈ છે, વાવાઝોડા ની અપડેટ આપતી વિદેશી એજન્સી JTWC એ હવે આ સિસ્ટમને સંભવિત સાયકલોન તરીકે ટ્રેક કરવાનું શરૂ કર્યું છે ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પણ આ સિસ્ટમ આવતી કાલ સુધીમાં કચ્છના પશ્ચિમ કાંઠા ઉપર આવીને વાવાઝોડામાં ફેરવાઈ જશે તેવી અપડેટ આપી છે…
ઓગષ્ટ મહિનામાં વાવાઝોડું બનવું તે એક ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ એટલે કે ભાગ્યે જ બનતી ઘટના છે, ઇતિહાસના રેકર્ડ જોઈએ તો જમીન ઉપર સિસ્ટમ મજબૂત થઈ ને વાવાઝોડામાં ફેરવાઈ હોય તેવું અગાઉ ફકત એક જ વાર બન્યું છે અને જોગાનુજોગ તે અત્યારની તારીખ અને સિસ્ટમના ટ્રેક સાથે ગજબ સામ્યતા ધરાવે છે..!! વર્ષ 1976 માં એક સિસ્ટમ બરાબર આ સિસ્ટમના ટ્રેક ઉપર ચાલીને જ ઓગષ્ટ મહિનાની 31 તારીખે પશ્ચિમ કચ્છના કાંઠે વાવાઝોડામાં ફેરવાઈ ગઈ હતી..!! જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો 48 વર્ષ બાદ ઈતિહાસ ફરીથી રિપિટ થયો તેમ કહી શકાય..!!
સિસ્ટમની વાત કરીએ તો છેલ્લી 12કલાક દરમ્યાન સિસ્ટમ લગભગ સ્થિર રહી છે અને કલાકના ફકત 3કિમી ની જેને નગણ્ય કહી શકાય એવી ગતિ થી પશ્ચિમ દિશામાં આગળ વધી આજે તા.29/08/2024 ની સવારે સાડા પાંચ વાગ્યે ભુજ થી 60કિમી ઉતર ઉતર પશ્ચિમ દિશામાં સ્થિત હતી…કચ્છના ઘણા વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જે હજુ ચાલુ રહેશે.. ઝટકાનાં પવનની ગતિ 90કિમી સુધી નોંધાઈ છે
જેમાં આગામી કલાકોમાં વધારો થઈ શકે, સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ હજુ પણ નોંધાઈ શકે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરી વધુ મજબૂત થઈ વાવાઝોડું બનશે જે ત્યારબાદ પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી કચ્છ કાંઠાથી દુર જશે.સિસ્ટમ વાવાઝોડું બન્યા પછી સૌરાષ્ટ્ર કચ્છ થી દુર જવાની હોય ધીમે ધીમે પવનની ગતિ અને વરસાદમાં ઘટાડો થતો જશે…
-weather by gaurav raninga