પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં બરફ વર્ષા થયા પછી ઠંડી શરૂ થતી હોય છે. ઘણીવાર આ બરફ વર્ષાની શરૂઆત મોડી થતી હોય છે. ઘણીવાર દિવાળી પછી તરત ઠંડી શરૂ થાય છે જ્યારે ઘણીવાર દિવાળી પછી ઠંડી થોડી મોડી શરૂ થાય છે.હાલ તાપમાનમાં હવે ધીરે ધીરે ધટાડો થયો છે, અને ૧૫ નવેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતા પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે.
હવામાન સાવ સુકું રહેશે તેવી શક્યતા છે.નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત્ રહેશે, ત્યારબાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તર ભારત, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે ૧૫ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને ૨૨ તારીખે થી ઠંડીમા વધારો થશે, ડિસેમ્બરમા હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તાપમાન હવે ૩૧ થી ૩૫ ડીગ્રી સુધી જોવા મળશે જ્યારે રાત્રે લધુત્તમ તાપમાન ૨૫ થી ૨૭ ચાલી રહ્યું છે તેમાં હવે ધટાડો થશે, ઝાકળ વરસાદ ની વાત કરીએ તો દિવાળી પહેલા બે રાઉન્ડ જોવા મળ્યા હતા ત્યાર બાદ થી ઝાકળ વરસાદમાં ધટાડો થયો.હવે રાઉન્ડ આવે તેવી શક્યતા નથી. બાકી પવન અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના સેટ થય ચુક્યા છે પવનની ગતિ ૧૦ થી ૧૪ ની રહેશે તેવી પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે.