હાલ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે. ફેબ્રુઆરી સુધી તો ઠંડી જોવા મળશે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે આપણી આગાહી મુજબ 2024-2025 નો શિયાળો એકદમ સારો રહેશે,તે મુજબ અત્યારે ઠંડી જોવા મળી રહી છે ઠંડી નો રાઉન્ડ આગામી 15 ડીસેમ્બર સુધી રહેશે ત્યાર બાદ ઠંડીમાં થોડો ધટાડો આવશે અને તાપમાનમાં 1 થી 2 ડીગ્રી સેલ્સિયસ નો વધારો થશે અને તે પછી 20 ડીસેમ્બર થી ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થઈ જશે.
તે ઉપરાંત પરેશ ગૌસ્વામીએ માવઠાની પણ આગાહી કરી છે “આ વખતે જેમ ચોમાસું લાંબુ ચાલ્યું તેમ ગયા વર્ષની સરખામણીમાં શિયાળો પણ લાંબો ચાલશે.” આગાહીમાં તેમણે જણાવ્યું છે કે, 15 ફેબ્રુઆરી સુધી તાપમાન નીચું રહેવાનું છે. 15થી 28 ફેબ્રુઆરી સુધીના સેશનમાં ગુલાબી ઠંડી તો જોવા મળશે.
ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ શરૂ થશે. જોકે, સારા શિયાળાની સાથે નબળા સમાચાર પણ છે કે, માવઠું આવશે પરંતુ બે ભાગમાં વિભાજિત થઈ જશે. પહેલું માવઠું ડિસેમ્બરમાં આવી શકે છે.20 ડીસેમ્બર થી હવામાનમાં પલટો આવશે, દક્ષિણ ભારતમાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમો ગુજરાત તરફ આવે તો અહીં પણ અસર કરે તેવી શક્યતાઓ રહેલી છે. જો માવઠું થશે તો 21,22,23 તારીખે થય શકે છે અને તે પણ છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર થય શકે છે.