ગત ડિસેમ્બર મહિનાની તા.22ના રોજ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.53200ની સપાટી આસપાસ વેપાર થઇ રહ્યો હતો. આ બાદ નીચેના સ્તરેથી રૂ બજારમાં સુધારો થવાની શરૂઆત થઇ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.1000નો સુધારો જોવા મળ્યો છે. તા.6 જાન્યુઆરીના દિવસે 29એમએમ રૂ ગાંસડીના ભાવમાં રૂ.54200ની સપાટીએ વેપાર થયો હતો.
રૂ બજારના સુધારાની સીધી અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી છે. સારી ગુણવત્તાના કપાસના ઉંચા ભાવ રૂ.1500ની આસપસા પહોંચ્યા છે. તા.6 જાન્યુઆરીના દિવસે રાજકોટ, બોટાદ, અમરેલી, જસદણ સહિત 10થી વધુ યાર્ડોમાં કપાસના ઉંચા ભાવમાં રૂ.1500થી ઉપરની સપાટી જોવા મળી. ગુજરાતમાં સરેરાશ રૂ.1300થી રૂ.1500ની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.
અમેરિકન રૂની નિકાસનું ચિત્ર સુધરતાં ન્યુયોર્ક રૂ વાયદામાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો,ન્યુયોર્ક રૂ વાયદામાં લોલા સમપથી તેજીના ખેલાડીઓ ભેરહાજર હતા તે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે. હાલ યાત્રી રહેલા અને બેન્ચમાર્ક બનેલા માર્ચ વાયદાનો ફર્સ્ટ નોટિસ ડે તા.૨૪મી ફેબ્રુઆરી છે તે પહેલાના આઠ સપ્તાહ દરમિયાન સટોડિયા તેજીનો વેપાર ગૌઠવી શકે છે પણ હાલ વોલ્યુમ અને ઓપન ઈન્ટરેસ્ટ સતત પટી રહ્યા હોઈ આગામી દિવસોમાં જો તેજીવાળા સક્રિય થાય તેનો સંકેત વોલ્યુમ અને ઓપન ઈન્ટરેસ્ટના વધારા દ્વારા મળશે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ન્યુયોર્ક રૂ વાયદામાં ૩.૮૦ સેન્ટનો ઘટાડો થયો હતો.
આ ૨૦૨૫ મા કપાસની બજારમાં જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ પહેલા થોડી તેજી આવશે, બે દિવસ થુ કપાસના ભાવમાં મણે ૧૫ થી ૨૫ નો વધારો થયો છે આગામી મકરસંક્રાંતિ સુધી હજીયે કપાસના બજાર વધી શકે છે.