કપાસની બજારમાં ટૂંકી વધઘટે બે તરફી અથડાય રહ્યા હતા અને આવકો પણ ઓછી થવા લાગી છે. આગામી દિવસોમાં કપાસિયા સીડ કે રૂની બજારમાં કેવી ચાલ જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૮૦થી ૯૦ ગાડી ની આવક હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૫૫ હતા. જ્યારે કાંઠીયાવાડથી ૪૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૩૦થી ૧૪૭૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૩૫થી ૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૩૫૦થી ૧૪૫૫ના ભાવ પ્રતિ ૨૦ કીલો ના હતાં.રાજકોટમાં નવા કપાસની ૧૧ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૪૪૦થી ૧૪૭૫, એ પપ્લસ રૂ.૧૪૧૦થી ૧૪૩૦, બી પ્લસ રૂ.૧૩૭૫થી ૧૪૦૦ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટ્રી રૂ. ૧૪૯૩ની હતી.
રૂની બજારમાં શનિવારે ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી અને આવકો ૧.૨૫ લાખ ગાંસડી આસપાસ સ્ટેબલ જોવા મળી રહી છે. આગળ ઉપર રૂની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના તબકો રૂમાં કોઈ મોટી મુવમેન્ટ નથી. કપાસિયા સીડની બજારો રૂ.૫ નરમ હતી અને હજી પણ ભાવ થોડા દબાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં શંકર રૂના ભાવે ૨૯ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૫૩,૪૦૦ ૫૩,૯૦૦ના હતા, જ્યારે કલ્રૂયાણ ના ભાવ રૂ.40 3 વધીને ખાંડીના રૂ.૪૦,૩૦૦થી મહારાષ્ટ્ર ૪૦,૫૦૦ હતા.
કપાસિયા ખોળની બજારમાં ભાવ અથડાય રહ્યા હતાં. કપાસિયા સીડના ભાવમાં રૂ.પ પટલા હતા. આગામી દિવસમાં જો વેયારી નહી આવે તો ભાવમાં હજી ઘટાડાની શક્યતા છે.