કપાસની બજારમાં મંદી વકરી રહી છે અને ભાવમાં વધુ રૂ.૧૦નો ઘટાડો થયો હતો. દેશમાં રૂની આવકો સારી હોવાથી બજારો નરમ છે. કપાસિયા સીડ અને ખોળની બજારો પણ તુટ રહી હોવાથી કપાસની બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૩૨ હજાર મણ, હળવદમાં હજાર २० બાબરામાં ૧૫ હજાર મણ, અમરેલીમાં પાંચ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી.
કડીમાં કપાસની ૮૦થી ૧૦૦ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૩૫ અને કાંઠીયાવાડના કપાસની ૮૦ ગાડીની આવક સામે ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૪૫૦થી ૧૪૬૦ હતા.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ. ૧૪૪૦થી ૧૪૬૦ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.
રાજકોટમાં કપાસની ૨૦ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં બી રૂ.૧૪૩૦થી ૧૪૫૦, એ પ્લસ રૂ. ૧૪૨૦થી ૧૪૩૦, પ્લસ રૂ.૧૩૮૦થી १४०० અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૮૦ અને સી ગ્રેડમા એન્ટી રૂ.૧૨૦૦થી १२५० હતા. એક રૂ.૧૪૭૭ની હતી.