કપાસની બજારમાં નીચા ભાવથી વેચવાલી ઘટી છે. બોટાદામાં આવકો હવે ધટીને ૪૦ હજાર મણની જ જોવા મળી રહી છે. દેશમાં રૂની આવક ભલે વધતી હોય છે, પંરતુ ગુજરાતમાં ખેડૂતો નીચા ભાવથી હવે વેચાણ કરવાના મુડમાં નથી. નબળો કપાસ બજારમાં હલવી રહ્યાં છે, પરંતુ સારો કપાસ સ્ટોર કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૪૦ હજાર મણ, હળવદમાં ૪૫ હજાર મણ, બાબરામાં ૧૫ હજાર મણ, અમરેલીમાં આઠ હજાર મણ અને ગઢડામાં છ હજાર મણની આવક થઈ હતી.
ગુરૂ નાનક જયંતિને કારણે આજે દેશમાં રૂની આવકો ઘટીને ૧.૫૮ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલ સુધી ૧.૮૦ લાખ ગાંસડી ઉપર હતી. જોકે રૂની બજારમાં ઘરાકી ન હોવાથી ભાવ સતત ઘટી રહ્યા છે અને આજે પણ રૂ.૧૦૦ ઘટયાં હતાં.
ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૧૦૦ ઘટીને રૂ.૫૪,૨૦૦થી ૫૪,૭૦૦ના હતા, જયારે કલાસ રૂના ભાવ રૂ.૨૫૦ વધ્યા હતા. ખાંડીના રૂ.૪૨,૦૦૦થી ૪૨,૫૦૦ હતા.
રાજકોટમાં નવા કપાસની ૧૪ હજાર મણની આવક હતી અને ભાવ હોર-જીમાં રૂ.૧૫૨૦થી ૧૫૩૦, એ પ્લસ રૂ.૧૫૦૦ થી ૧૫૨૦, બી પાસ રૂ.૧૪૫૦થી ૧૪૭૫ અને બી ગ્રેડ રૂ.૧૩૫૦થી ૧૪૦૦ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૩૦૦ હતા એક એન્ટ્રી રૂ.૧૫૫૫ની હતી.