કપાસની બજારમાં મણે રૂ.૫થી ૧૫નો ઘટાડો ક્વોલિટી અને સેન્ટર મુજબ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વેચવાલી સારી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રની આવકો સારી થઈ રહી છે,સામે લેવાલી ઓછી હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજુ થોડા દબાશે, પરંતુ વધારે ઘટશે તો સરકારી ખરીદી આવી જશે અને ખેડૂતોની વેચવાલી પણ અટકી જાય તેવી પારણાં છે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક મોટાદમાં ૪૦ હજાર મલ, હળવદમાં ૩૦ હજાર મણ, બાબરામાં ૧૭ હજાર 49, અમરેલીમાં સાત હજાર મણ અને ગઢડામાં સાત હજાર મણની આવક થઈ હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની ૧૨૫ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૭૦ હતા અને કાંઠિયાવાડના કપાસની ૧૦૦ ગાડીની આવક સામે ભાવ ૨૦ કિલોના રૂ.૧૪૫૦થી ૧૫૦૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૫૦થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૫૦થી ૧૫૧૦ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.
રાજકોટમાં નવા કપાસની ૧૫ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૪૮૦થી ૧૫૦૦, એ પાસ રૂ.૧૪૪૦થી ૧૪૨૦, બી પ્લસ ૩.૧૪૦૦થી ૧૪૨૫ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૫૦ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટી રૂ.૧૫૧૫ની હતી.
દેશમાં રૂની આવક ઘટીને શનિવારે ૧.૭૫ લાખ ગાંસડીની થઈ હતી, જેને પગલે રૂની બજારમાં ઘટાડો ધીમો પડ્યો હતોઅને માત્ર રૂ.૫૦ ખોડીએ ઘટયાં હતા. ત્રણ દિવસમાં રૂ.૪૦૦ તૂટી ગયા છે. કપાસિયા સીડ અને ખોળની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને રૂ.પથી ૨૫નો ઘટાડો થયો હતો.