ગુજરાતમાં નવા કપાસની આવકો સ્ટેબલ હતી અને તડકા રહેશે તો એકાદ સપ્તાહમાં આવકો વધી શકે છે. સારા નવા કપાસના ભાવ રૂ.૧૬૦૦ જેવા ક્વોટ થાય છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં ડિમાન્ડ કેવી આવે છે તેનાં ઉપર આધાર છે. હજી એક પણ સેન્ટરમાં કોઈ મોટી આવક નથી. જીનો મોટા ભાગની બંધ પડી છે, જે નવરાત્રીમાં જ ચાલુ થાય તેવી ધારણા છે. આમ હજી ૨૦ દિવસ કોઈ મોટી માંગ આવે તેવા સંજોગો દેખાતા નથી.
નવા કપાસની આવકો એકાદ સપ્તાહમાં વધે તેવી ધારણાં
રાજકોટમાં કપાસની કુલ ૫૦૦૦ મણની આવક હતી અને ભાવ ૪-જી મા રુ.૧૬૫૦ થી રુ.૧૬૮૦ , એ ગ્રેડ મા રુ.૧૬૩૦ થી ૧૬૫૦ અને બી ગ્રેડ માં રુ.૧૫૭૦ થી ૧૬૦૦ અને સી ગ્રેડ માં રુ.૧૪૨૦ થી ૧૪૮૦ હતા.અને એક એન્ટ્રી ૧૭૦૦ ની જોવા મળી હતી.
નવા કપાસની ૧૧૦૦ મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ રુ.૧૫૪૦ થી રુ.૧૫૭૦ , મિડીયમ રુ.૧૪૦૦ થી ૧૫૨૦, ભેજવાળા રુ.૧૨૮૦ થી ૧૩૫૦ અને નવા કપાસની એક એન્ટ્રી ૧૬૦૨ ની હતી.એવરેજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ થી ૧૪૫૦ ના ભાવ હતા.