કપાસની બજારમાં ભાવ સ્ટેબલ હતાં. સૌરાષ્ટ્રમાં આવક ઓછી છે અને દેશાવરની પણ ખાસ આવક થતી નથી. બજારમાં લેવાલી પણ મર્યાદીત હોવાથી કપાસમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતા. કપાસનાં ઊભા પાકની સ્થિતિ અત્યારે સારી છે અને ગુજરાતમાં ઓલઓવર વાવેતર ઓછા થયા છે. સરકારી આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૯મી જુલાઈ સુધીમાં કપાસનું કુલ વાવેતર ૨૩.૧૫ લાખ હેક્ટરમાં થયુ છે, જે ગત વર્ષે આજ સમયે ૨૬.૬૪ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ત્રણ લાખ હેકટર ઉપરનો ઘટાડો થયો છે. એવરેજની તુલનાએ ૯૩ ટકા વાવણી સંપન્ન થઈ ચૂકી છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની બે-ચાર ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૫૦૦ થી ૧૫૫૦ હતા. લોકલ ૩૫ ટકા કંડીશનના કપાસના ભાવ રૂ.૧૫૦૦થી ૧૫૫૦ હતા.
રાજકોટમાં કપાસની ૨૫૦૦ મણની આવક હતી અને ભાવ કોરજીમાં રૂ.૧૫૪૦થી ૧૫૬૦, એ ગ્રેડમાં રૂ.૧૫૨૦થી ૧૫૩૦, બી ગ્રેડમાં રૂ.૧૪૮૦થી ૧૫૨૦ અને સી ગ્રેડમાં રૂ.૧૪૦૦થી ૧૪૫૦ હતાં.
રૂની બજારમાં મંદીને બ્રેક લાગીને મામૂલી સુધારો જોવા મળ્યો…
રૂની બજારમાં ગત સપ્તાહની મંદીને બ્રેક લાગી હતી અને ભાવમાં મામૂલી સુધારો થયો હતો. આગામી દિવસોમાં વેચવાલી ઓછી રહેશે તો બજારો થોડા સુધરી શકે છે. આજે ઓલ ઈન્ડિયા રૂની આવકો ૨૦ હજાર ગાંસડીની માંડ થઈ હતી. આવકો હવે ૨૦થી ૨૨ હજાર ગાંસડી વચ્ચે અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે.
રૂના ભાવમાં રૂ.૫૦નો સુધારો થયો હતો. ગુજરાતમાં ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકવાળા રૂનો ભાવ રૂ.૫૬,૬૦૦ થી ૫૭,૦૦૦ ક્વોટ થયો હતો. કલ્યાણ રૂના ભાવમાં રૂ.૫૦નો વધારો થયો હતો. ભાવ રૂ.૩૯,૭૦૦- ૪૦,૦૦૦ હતાં. નોર્થમાં રૂનાં ભાવમાં રૂ.૨૦૦થી ૨૨૫નો ઘટાડો થયો હતો.
કપાસિયા ખોળ
પાસિયા ખોળ વાયદામાં ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક વાયદો રૂ.૨૨ ઘટીને રૂ.૨૮૭૨ની સપાટી પર બંધ રહ્યો હતો. કપાસિયા ખોળ અને સીડની બજારમાં લેવાલી ઓછી છે અને કપાસિયા ખોળનાં ભાવ કડીમાં પાતળા ખોળમાં ૫૦ કિલોનાં રૂ.૧૫૦૦ થી ૧૫૭૦, પ્રીમિયમ ક્વોલિટીનાં રૂ.૧૭૫૦થી ૧૮૭૦ હતાં. સૌરાષ્ટ્રમાં મોરબી બાજુ રૂ.૧૫૭૦થી ૧૯૩૦ અને પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૧૭૮૦ થી ૧૮૬૦ હતાં.
કપાસિયા સીડનો ભાવ ૨૦ કિલોનો કડીમાં રૂ.૬૮૦ થી ૭૧૦ અને રાજકોટમાં રૂ.૬૮૫ થી ૭૨૦ હતો. ગોંડલમાં રૂ.૬૮૫થી ૭૨૫ હતાં.