અત્યારે શિયાળાની વિદાય અને ઉનાળાની આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ વર્ષે શિયાળો ભલે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી લાંબો ચાલે, પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના 4 મહિનાની ઠંડીની સિઝનમાં હવામાનમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. એવામાં ઉનાળામાં કેટલી ગરમી પડશે અને ચોમાસું કેવું રહેશે? હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ધણી બધી રીતે ચોમાસાનો વરતારો નીકળતો હોય છે જેમકે વૈજ્ઞાનિક રીતે, ટેકનોલોજી ને આધારે, તો ધણા બધા વિદ્વાનો દેશી ઢબે પણ આગામી વર્ષ નું અનુમાન લગાવતાં હોય છે તે પૈકી એક છે કસ…. કાતરા…..ને આધારે….
કસ કાતરા એટલે નવા વર્ષના દિવસથી લઈને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી આકાશની અંદર જે લિસોટા જેવા વાદળ થાય તેને કસ કહેવાય છે. જેના આધારે ચોમાસાનું અનુમાન કરવામાં આવતું હોય છે.
જો કે અત્યાર સુધી જે જે કસ દેખાયા છે, તે સંપૂર્ણપણે નબળા છે. જેથી ચોમાસું નબળું જશે એવું માનવાની જરૂર નથી. ચોમાસું સારું જ થવાનું છે. એક વાત ચોક્કસ છે કે, દર વર્ષે થતાં હોય તેટલા કસ નથી થયા, પરંતુ હવે તેનું પ્રમાણ વધશે. આગામી 20 ફેબ્રુઆરી સુધી જે કસ થશે, તે કસના વરસાદો ચોમાસા દરમિયાન ફાયદારૂપ થશે.
ખાસ કસ કાતરાના આધારે વાત કરીએ તો ચોમાસું નબળું થવાની શક્યતા છે , આ વર્ષ વાવણી મોડી થશે, જ્યારે ૨૦૨૫ ના ચોમાસાની એન્ટ્રી જુનના અંતમાં અને જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં સારી થવાની સંભાવના પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે.