સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા, પરંતુ કાળા તલની બજારમાં જેમા લામાં રૂ. ૧૫ અને યાર્ડોમાં મણે રૂ.૨૫૦ સુધી વધી ગયા હતા. કાળા તલની વેચવાલી બહુ ઓછી છે અને સામે પટવા ભાવથી લેવાલી આવી હોવાથી ભજારો ઝડપથી ઉંચકાયા છે. આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે કોઈ મોટી મોટી મુવમેન્ટ સફેદમાં દેખાતી નથી, પરંતુ કાળા તલમાં અફરાતફરી ચાલુ જ રહેશે.
વૈપારીઓ કહે છેડે સ્ત્ર દિવસમાં આવે તેવી ધારણા છે, જો ટેન્ડર આવશે તો સફેદની બજારમાં પણ થોડો કરંટ આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.
રાજકોટમાં સફેદ તલની ૧૦૦૦ કટ્ટા ની આવક હતી અને વાર્ડમાં ફૂલ ૧૫૦૦ કઠ્ઠા પેન્ડિંગ પડેલાં છે. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૧૬૦૦થી ૧૮૦૦ , બેસ્ટ હલ્દ માં ૧૮૦૦ થી ૨૦૦૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૩૦૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.૨૦૦થી ૨૫૦ વધ્યાં હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૫૦૦૦થી ૫૨૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૬૦૦થી ૫૦૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૩૦૦થી ૪૪૦૦ હતા. રાજકોટમાં ૬૦થી ૭૦ કટ્ટાની આવક હતી.
સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન ચેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં Aril. રૂ.૧૯૦ પ્રતિ કિલોના એમ.પી. યુ.પીના હલ્દ સેમીનો ભાવ રૂ.૧૪૭ હતા.