સફેદ તલની બજારમાં ભાવ અમુક સેન્ટરમાં મજબૂત હતા. જ્યારે કાળા તલની બજારમાં આગઝરતી તેજી હતી અને ભાવમાં એક જદિવસમાં ૨૦ કિલોએ રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી આવી હતી. સફેદ તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર એલો છે.
કાળા તલમાં માંલ જ નથી અને સામે લેવાલી સારી છે. ર સફેદ તલની તુલનાએ કાલા તલના ભાવ કિલોએ રૂ.૧૦૦થી પણ વધુ ઉંચા ક્વોટ થાય છે. કાળા તલનો શોર્ટક્સ ભાવ રૂ.૨૪૧ છે, જ્યારે સફેદ તલ શોટેક્સનો ભાવ રૂ.૧૩૮ થી ૧૩૯ પ્રતિ કિલો નો છે.
રાજકોટમાં સફેદ તલની २००० કટ્ટાની આવક હતી. ભાવ મિડિયમ હલ્દમાં રૂ.૨૦૦૦થી ૨૧૫૦, ભેસ્ટ હલ્દમાં રૂ.૨૧૭૫થી ૨૨૫૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૬૦૦થી ૨૭૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.૧૦૦થી ૧૫૦ વધ્યા હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૪૫૫૦થી ૪૭૦૦, ઝેડ બ્લેકમાં રૂ.૪૩૭૫થી ૪૫૦૦ અને ! એવરેજ ભાવ રૂ.૩૪૦૦થી ૪૧૦૦ હતા. રાજકોટમાં ૨૦૦ કટ્ટાની આવક હતી.
સાઉથના નવા કોપમાં ગોલ્ડન ચેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૭૦ પ્રતિ કિલોના હતા.