કાળા તલની બજાર માં ઉનાળુ વાવેતર માટે બિયારણની માંગ અને ડોમેસ્ટિક ઘરાકી પણ નીકળી હોવાથી ભાવ રૂ.૫૯૦૦ની ઓલટાઈમ ઉંચી સપાટી પર પહોંચી ગયા હતા. કાળા તલમાં હવે કોઈ પાસે માલ જ નથી અને જેમની પાસે છે તે સતત ભાવ વધારી રહ્યાં છે, જેને પગલે બજારો ઉચકાય ગઈ છે.
તલના વેપારીઓ કહે છેકે ઉનાળામાં કાળા તલના વાવેતર ૬૦ ટકા અને સફેદના ૪૦ ટકા થાય તેવી સંભાવના છે, જેને પગલે સરેરાશ તલની બજારમાં આગળ ઉપર હવે ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
રાજકોટમાં સફેદ તલની ૮૦૦ કહાની આવક હતી અને યાર્ડમાં કુલ ૧૫૦૦ કરા પેન્ટિંગ પડયાં છે ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૧૬૦૦થી १८००, ભેસ્ટ હલ્દમાં રૂ.૧૮૦૦થી ૨૦00 અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૩૦૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.૨૦૦થી ૨૫૦ વધ્યાં હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૫૫૦૦થી ૫૭૫૦, ઝેડ બ્લેકમાં રૂ.૫૦૦૦થી ૫૪૦૦ અને એવરેજ ભાવ રૂ.3500થી ૪૯૦૦ હતા. રાજકોટમાં ૪૦૦ બોરીની આવક હતી. સાઉથના નવા કોપમાં ગોલ્ડન વેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં હલ્દમા રુ.૧૬૦ પ્રતી કિલો ના હતાં.