હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના વીડિયોમાં હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ૦૮ થી ૧૨ માર્ચ દરમિયાન હીટ વેવ નો રાઉન્ડ આવશે , માવઠાની કોઈ શક્યતાઓ નથી. 8 તારીખથી પવનની ગતિ સામાન્ય નજીક આવી જશે. સાથે ઝાકળ વરસાદની પણ માહિતી મેળવીશું.
હિટવેવના રાઉન્ડ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન ઊંચું આવ્યું હતું, પરંતુ હજુ કોઈ હિટવેવનો રાઉન્ડ ચાલુ થયો નથી. આજથી પવનની ઝડપના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે. હિટવેવનો પ્રથમ રાઉન્ડ 9 તારીખથી ચાલુ થઈ રહ્યો છે. 9થી 13 માર્ચ સુધી હિટવેવનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. આ રાઉન્ડ ટૂંકો હશે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. તાપમાન ઘટવાનું છે.
હિટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરું ઉનાળું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હિટવેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નથી.
14 તારીખથી ફરી તાપમાનમાં થોડો ઘટાડો થશે અને રાહત પણ મળશે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતું હોય તો ઉનાળું હજુ લાંબું ચાલવાનું છે. 15 જૂના સુધી ઉનાળું ચાલશે. આ વર્ષે આકરો ઉનાળો જોવા મળે અને હિટવેવના અનેક રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે.
તા. ૧૩, ૧૪ માર્ચના પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિ.મી.ની રહેશે. બાકીના દિવસોમાં પવનની ઝડપ ૮ થી ૧૫ કી.મી.ની રહેશે. ક્યારેક ઝાટકાના પવન ૨૦ કિ.મી. ના જોવા મળશે, આગાહી સમયમાં અમુક દિવસ છુટાછવાયા વાદળો થશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સિમીત વિસ્તારોમાં તા.૯, ૧૩, ૧૪ માર્ચના ઝાકળની શક્યતાં છે.