સફેદ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા.ભારતને 10 હજાર ટનના ટેન્ડરમાંથી સાથે ઓર્ડર મળ્યો હતો, પરંતુ બજારમાં આજે તેની કોઈ અસર નહોતી. વેપારીઓ કહે છેક ટેન્ડરમાં જે ઓર્ડર મળ્યો તેટલો માલ ભારતમાં તૈયાર હોવાથી કોઈ મોટી તેજી નથી, પરંતુ જો હવે ડોમેસ્ટિક ઘરાકી આવે તો તલની બજારને ટેકો મળી શકે છે.
સફેદ તલના ભાવ સ્ટેબલ: પાકિસ્તાનમાં તલની ક્વોલિટી તલમાં એકદમ નબળી..
પાકિસ્તાનના નવા તલની આવકો થોડા દિવસથી ચાલુ થઈ ગઈ છે પરંતુ ક્વોલિટી ખૂબ જ નબળી આવતો હોવાના અહેવાલ મળે છે તલમાં ઉતારો હેક્ટર દીઠ 500 કિલો ની તુલનાએ 200 થી 300 કીલો જ આવે છે ક્વિલટી એકદમ ક્રશિંગ ટાઈપની જ આવે છે અને તલનો પાક જે પહેલા ચારથી છ લાખ ટન કહેતા હતા, જેની તુલનાએ હવે ત્રણ લાખ ટન આરાપાસ જ પાક આવે તેવી શક્યતા છે.
સફદે તલની બજારમાં ભાવ સ્ટેબલ, કાળા તલની આવકોમાં ઘટાડો
સફેદ તલનાં વેપારીઓ કહે છેકે ટુંકાગાળા માટે બજારો અથડાયા કરશે, પરંતુ આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે અને ટેન્ડરમાં ભારતને કેટલા ટનનો ઓર્ડર મળે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. છે. જો પાંચ હજાર ટન કે તેનાથી વધુ ઓર્ડર મળશે તો બજારમાં કોઈ ઘટાડો થાય તેવા સંકેતો દેખાતા નથી.
સફેદ તલની બજારમાં આગામી દિવસોમાં પાકિસ્તાનનાં ક્રોપની પણ ઓલઓવર અસર થઈ શકે છે, જો પાકિસ્તાનનો સારો માલ બજારમાં આવશે તો ભારતીય તલની નિકાસ પર પણ થોડી અસર થાય તેવી શક્યતા છે.